IPL 2020: રાજસ્થાન સામે વિજય બાદ કેપ્ટન દિનેશ કાર્તિકે કહી આ મહત્વની વાત

0
119

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સે દુબઈ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આમ છતાં ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકને ખાસ સંતોષ થયો ન હતો. તેણે કહ્યું હતું કે, ટીમના પ્રદર્શનમાં હજી પણ સુધારાની જરૂર છે.

37 રનથી હારી ગઈ હતી

કોલકાતાએ પહેલા બેટિંગ કરીને 174 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 137 રન કરી શકી હતી અને 37 રનથી હારી ગઈ હતી. મેચ બાદ કાર્તિકે કહ્યું હતું કે હું આ સફળતાને પરફેકટ નહીં કહું કેમ કે હજી પણ તેમાં સુધારાની જરૂર છે. જોકે, કેટલીક બાબતોથી હું સંતુષ્ટ થયો છું. તેણે ટીમના યુવાન ખેલાડીઓને ભરપુર પ્રશંસા કરી હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી છે તો ફિલ્ડિંગમાં પણ ટીમમાં જોરદાર સુધારો છે અને સંતોષજનક ફિલ્ડિંગ રહી છે.

ઓઇન મોર્ગનની બેટિંગથી પણ મને સંતોષ

દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે શુભમન ગિલ જે રીતે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો તે મને ગમ્યું છે. આન્દ્રે રસેલ અને ઓઇન મોર્ગનની બેટિંગથી પણ મને સંતોષ છે. સારી બાબત તો એ છે કે યુવાન ખેલાડીઓ અદભૂત ફિલ્ડિંગ કરી રહ્યા છે. તેમના કેચ પણ શાનદાર રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here