Jio ગ્રાહક માટે ખાસ સુવિધા! મોબાઇલમાં નેટવર્ક ન હોવા છતાં આ રીતે કરો તમારા નંબરથી કોલ

0
88

હવે જિયો ગ્રાહક મોબાઇલ નેટવર્ક નહીં હોવા છતા પણ ફોન કરી શકશે. કારણ કે જિયો, વાઈફાઈ કોલિંગ(Jio WiFi Calling Service)ની ખાસ સર્વિસ આપે છે. જેના માધ્યમથી મોબાઇલ નેટવર્ક ન હોવા છતાં પણ ફોન કરી શકાશે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ માહિતી આપી છે.

સૂત્રો મુજબ આમાં જિયો ફોન નંબર હોવા પર યુઝર કોલ કરી શકે છે અને રિસીવ પણ કરી શકે છે. આ સુવિધા ગ્રામીણ વિસ્તાર અથવા ઓછા નેટવર્કવાળા વિસ્તારોમાં યુઝર્સને મદદ કરશે. ખાસ વાત એ છે કે આ સુવિધા માટે યુઝર્સે કોઈ વધુનો ચાર્જ ચુકવવો પડતો નથી. રિપોર્ટ મુજબ જિયો વાઈફાઈ કોલિંગ સર્વિસ માટે યુઝરને વોઇસ પ્લાન અને HD વોઇસ કંપેટિબલ ડિવાઇસની જરૂર પડે છે.

શું છે વાઈફાઈ કોલિંગ સર્વિસ:

મીડિયા રિપોર્ટ મુજબ આ સર્વિસ એવા સમયે કામે આવે છે જ્યારે ફોનમાં મોબાઇલ નેટવર્ક ના હોય. ત્યારે યુઝર વાઈફાઈના માધ્યમથી કોલ રિસીવ કરી શકે છે અને કોલ કરી પણ શકે છે. જો વાઈફાઈ નેટવર્ક સ્ટ્રોન્ગ છે તો તેમાં કોલ ડ્રોપની શક્યતાઓ ઓછી હોય છે. રિપોર્ટ પ્રમાણે કંપની તરફથી તેના ગ્રાહકોને આ સુવિધા ફ્રી આપવામાં આવી રહી છે. ગ્રાહક વાઈફાઈ નેટવર્ક પર જિયો વાઈફાઈ કોલિંગ કરી શકશે. તેમાં voice/video-calling એક્સપીરિયન્સ માટે VoLTE અને વાઈફાઈ સર્વિસ વચ્ચે સ્વિચ કરવાની સુવિધા પણ છે.

આપને જણાવી દઈએ કે હાલ આ ફ્રી વાઈફાઈ કોલિંગ સર્વિસ માત્ર પસંદગીના ડિવાઇસમાં જ સપોર્ટ કરે છે. સૂત્રો મુજબ જો તમારો ફોન આ ફીચરને સપોર્ટ કરે છે તો ફોનની સેટિંગમાં આ ફીચરને ચેક કરી શકાય છે. એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પહેલા સેટિંગ(Settings)માં જવું ત્યાર બાદ Connection Settingsમાં જઈ Wi-Fi calling મળી જશે. તેણે ઓન કરવાથી આ સર્વિસ ઇનેબલ થઈ જશે. જોકે, આ પહેલા વાઈફાઈ નેટવર્ક સાથે તમારે ડિવાઇસને કનેક્ટ કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી યુઝર્સ કંપનીની આધિકારિક વેબસાઇટ પરથી લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here