કૌન બનેગા કરોડપતિ’ની 12મી સીઝન 28 સપ્ટેમ્બરે શરૂ થઇ છે. ત્યારબાદ હવે સીઝનના પહેલા કરોડપતિ મળ્યા છે. દિલ્હીના નાઝીયા નસીમ આ સીઝનમાં 1 કરોડ રૂપિયા જીતનારા પહેલા કન્ટેસ્ટન્ટ છે. સોની ટીવીએ સોશિયલ મીડિયા પર પ્રોમો શેર કરીને આ માહિતી શેર કરી છે.
7 કરોડના જેકપોટ સવાલ સુધી પહોંચ્યા
પ્રોમોમાં અમિતાભ બચ્ચન તેમની ગેમના વખાણ કરે છે અને એવું પણ કહે છે કે ગેમ થોડી અઘરી હતી પણ તેમણે ઘણી સારી રીતે રમી. 1 કરોડના સવાલ બાદ તેમને 7 કરોડ રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ગેમ છોડી દીધી હતી. આ એપિસોડ 11 નવેમ્બરે રિલીઝ થશે.
નાઝીયા કમ્યુનિકેશન મેનેજર છે
નાઝીયા રોયલ એન્ફિલ્ડમાં કમ્યુનિકેશન મેનેજર તરીકે કામ કરે છે. 1 કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપીને તેઓ આ સીઝનના સૌથી પહેલા કરોડપતિ બની ગયા છે. ગયા વર્ષની સીઝનમાં 1 કરોડ રૂપિયા જીતનારા 4 વિજેતા હતા.