NEET પાસ વિદ્યાર્થી આ વર્ષે વધુ છતાં ગત વર્ષથી મેડિકલ રજિસ્ટ્રેશન ઘટયું

    0
    7

     12 હજાર બેઠકો સામે આ વર્ષે 24 હજાર જેટલુ રજિસ્ટ્રેશન

    – મેડિકલ-ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે ઓછા રજિસ્ટ્રેશનમાં કોરોના, નીચુ રેન્કિંગ, પેરામેડિકલના વહેલા પ્રવેશ સહિતનાં કારણો

    મેડિકલ-ડેન્ટલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટેની નીટમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં વધુ વિદ્યાર્થી પાસ થયા છે પરંતુ તેમ છતાં મેડિકલમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ગત વર્ષથી ઓછુ થયુ છે.ચાર કોર્સની 12 હજાર બેઠકો સામે 24 હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. જે ગત વર્ષની સરખામણીએ 3થી4 હજાર જેટલુ ઓછુ છે.

    ધો.12 સાયન્સ પછી નીટ આધારીત મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં આજે મુદત પૂર્ણ થઈ ગઈ છે.

    નિયત મુદત ગઈકાલે પુરી થયા બાદ  રાજ્ય બહારથી ધો.10 પાસ કરનારને પણ મેડિકલમાં  ચાલુ વર્ષે પ્રવેશના નિર્ણયને પગલે આજે રજિસ્ટ્રેશન એક દિવસ વધારાયુ હતું. જે બપોરે 4 વાગે પૂર્ણ થયુ છે.કુલ 24522 વ દ્યિાર્થીઓએ ઓનલાઈન પિન ખરીદ્યો હતો અને જેમાંથી 24116 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. જેમાંથી 22686 વિદ્યાર્થીએ હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.

    વેરિફિકેશન માટે હજુ આવતીકાલે એક દિવસ છે.જો કે રજિસ્ટ્રેશન કરનાર તમામ વિદ્યાર્થીઓ વેરિફિકેશન કરવા આવે તેમ ન હોઈ રજિસ્ટર્ડ કુલ વિદ્યાર્થીઓ 24 હજારથી પણ ઘટે તેમ છે.મહત્વનુ છે કે ગત વર્ષે 2019માં  નીટ પરીક્ષા આપનારા 76 હજાર જેટલા વિદ્યાર્થીઓમાંથી 35177 વિદ્યાર્થી પાસ થયા હતા અને 46.75 ટકા પરિણામ હતુ જ્યારે આ વર્ષે  પરીક્ષા આપનારા 64,700થી વધુ વિદ્યાર્થીમાંથી 36398 વિદ્યાર્થી નીટમાં પાસ થયા છે.

    આમ ગત વર્ષથી નીટ પાસ કરનારા 1  221 વિદ્યાર્થી વધુ છે તેમ છતાં મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ગત વર્ષથી ઘણુ ઘટયુ છે.ગત વર્ષે લગભગ 27 હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતું.

    રજિસ્ટ્રેશન ઘટવા પાછળ કોરોના ઈફેક્ટ, વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા, લોઅર મેરિટ-રેન્કિંગમાં વધુ વિદ્યાર્થીઓ અને પેરામેડિકલની આ વર્ષે મેડિકલ પહેલા પ્રવેશ પ્રક્રિયા સહિતના વિવિધ કારણો જવાબદાર હોઈ શકે. બીજી બાજુ આ વર્ષે મેડિકલની બેઠકો વધી છે અને ચારેય કોર્સની મળીને આ વર્ષે 12 હજાર જેટલી બેઠકો જેની સામે તો લગભગ ડબલ વિદ્યાર્થીઓ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here