Nobel Prize in Medicine 2020 : જાણો, હેપેટાઇટિસ સી વાયરસની શોધ આટલી મહત્ત્વની કેમ હતી?

0
63

– હેપેટાઇટિસના રીસર્ચ માટે ત્રણ વૈજ્ઞાનિકને મેડિસિન 2020માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

હાર્વે જે ઑલ્ટર (Harvey J Alter), માઇકલ હ્યૂટન (Michael Houghton) અને ચાર્લ્સ એમ રાઇસ (Charles M Rice)ના પ્રયાસોને કારણે હવે ઘાતક હેપેટાઇટિસ-સી માટે સટીક પરીક્ષણ અને નવી દવાઓની શોધ કરવાનું શક્ય બન્યું છે. હેપેટાઇટિસ અભ્યાસ અને રીસર્ચમાં તેમના યોગદાન માટે, બે અમેરિકન અને એક બ્રિટેનના વૈજ્ઞાનિકને મેડિસિન 2020માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નોબેલ એસેમ્બલીએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે આ બીમારી સારવાર યોગ્ય છે અને આપણે કહી શકીએ છીએ કે હેપેટાઇટિસ-સી વાયરસ એક દિવસ સમગ્રપણે આ વિશ્વમાંથી સમાપ્ત થઇ જશે. 

નોબેલ પુરસ્કારમાં પુરસ્કાર સ્વરૂપ રકમ તરીકે 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (લગભગ 8,19,42,081 રૂપિયા) આપવામાં આવે છે. આ રકમને તમામ સભ્યોમાં સમાન રીતે આપવામાં આવશે. શરૂઆતમાં હાર્વે જે ઑલ્ટરે જ સ્પષ્ટ કર્યુ હતુ કે એચસીવી અથવા હેપેટાઇટિસ સી વાયરસ ક્રોનિક હેપેટાઇટિસનું કારણ બને છે. તેઓ અમેરિકામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ સાથે સંકળાયેલા હતા અને વર્ષ 1970ના દાયકાથી આ બીમારી પર અભ્યાસ કરવાનું કામ કરી રહ્યા હતા. માઇકલ હ્યૂસ્ટન જે ચિરોન નામની દવા કંપની માટે કામ કરી રહ્યા હતા, જેમને એચસીવી નામના નવા વાયરસના જિનોમને અલગ કરવામાં સફળતા મળી હતી. વૉશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં શોધકર્તાઓએ આ તથ્યને પુરવાર કર્યા હતા કે માત્ર એચસીવી જ હેપેટાઇટિસનું કારણ બની શકે છે. આ શોધ વર્ષ 1986થી 2000 સુધી ચાલી. આ કાર્ય કરવામાં અસંખ્ય શોધકર્તાઓ, ડૉક્ટર અને સ્વયંસેવી દર્દીઓની ઘણી મહેનત છે, જેમણે આ ઘાતક બીમારીને સમજવામાં મદદ કરી છે. 

હેપેટાઇટિસ સી વાયરસ દર્દીના લીવરને અસર કરે છે જેનાથી અંગોમાં સોજો અથવા ખરાબી આવી જાય છે. આ બીમારીમાં પાંચ જાણિતા હેપ વાયરસ છે જેમાં હેપેટાઇટિસ એ મુખ્ય છે. આ વાયરસ સામાન્ય રીતે દૂષિત ભોજન અથવા પાણીના માધ્યમથી ફેલાય છે. આ મોટાભાગે કમળાને મળતો આવતો રોગ છે. આ ત્રણ હેપેટાઇટિસ વાયરસમાંથી સૌથી સરળતાથી ઠીક થનાર હેપેટાઇટિસ વાયરસ છે. બીજો હેપેટાઇટિસ બી છે. આ યકૃત વિકારનું કારણ બને છે. મોટી સંખ્યામાં યકૃતના દર્દીઓમાં હજુ પણ એ અથવા બી વિશે ઓળખ કરી શકાતી નથી. અહીં એચસીવી પર શોધ મહત્ત્વપૂર્ણ બની ગઇ છે. એચસીવીની શોધે હજારો દર્દીઓને એક નવું જીવન આપ્યું છે જેમને બચાવવા મુશ્કેલ હતા. ડબ્લ્યૂએચઓ અનુસાર, બી અને સી બંને રક્ત જનિત વાયરસ છે.   

સંક્રમણ વિકસિત થવા પર ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે. સંક્રમણ સિરોસિસ અને યકૃત કેન્સર વિકસિત કરીને ગંભીર પરિસ્થિતિ પેદા કરી શકે છે. આ રક્ત-જનિત હોવાને કારણે સામાન્ય રીતે રક્ત અને અન્ય શારીરિક તરલ પદાર્થોના માધ્યમથી પરિવહન કરે છે. 70 અને 80ના દાયકાની શરૂઆતમાં આ મોટાભાગે દર્દીઓમાં લોહી ચઢાવ્યા બાદ આ સંક્રમણ જોવા મળ્યું હતું. નોબેલ પીઆરે ખાતરી કરી છે કે વૈશ્વિક સ્તર પર લગભગ 71 લોકો બીમારીથી અસરગ્રસ્ત થયા છે. આ વર્ષના વિજેતાઓના યોગદાન પહેલા આ બીમારીનો ઉપચાર અથવા નિદાન પણ શક્ય ન હતું. 

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here