Ph.D પ્રવેશ પરીક્ષા : વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘરે લઈ જવા ન અપાયું

  0
  21

  2479 વિદ્યાર્થી હાજર ,735 ગેરહાજર

  – યુનિ. પાસે હજુ પણ MCQ ક્વેશ્ચન બેંક ન હોવાથી અપાતું નથી : વિદ્યાર્થીને OMR જોવામાં મુશ્કેલી

  ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે પીએચ.ડી પ્રવેશ માટે પરીક્ષા લેવામા આવી હતી.જેમાં પરીક્ષા માટે યુનિ.એ લાયક કરેલા 3214 વિદ્યાર્થીઓમાંથી 2479 વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે અને 735 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે.આ વર્ષે પણ પરીક્ષા પુરી થયે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સાથે લઈ જવા ન દઈ પાછુ લઈ લેવાયુ હતુ .જેથી વિદ્યાર્થીઓમાં ફરિયાદો ઉઠી હતી. 

  પીએચ.ડી પ્રવેશ માટે આ વર્ષે અત્યાર સુધીનુ રેકોર્ડબ્રેક 4200 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ હતુ.જેમાંથી 612 વિદ્યાર્થીને નિયમ મુજબ પરીક્ષાથી મુક્તિ અપાયા બાદ અને 448 વિદ્યાર્થીને પરીક્ષા માટે ગેરલાયક કરતા ગુજરાતના લાયક 3186 વિદ્યાર્થી અને સ્ટડી ઈન ગુજરાત હેઠળ રાજ્ય બહારના 28 વિદ્યાર્થીઓ સહિત આજે 3214 વિદ્યાર્થીની પરીક્ષા હતી.જેમાંથી લગભગ 77 ટકા જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને 23 ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે.

  વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી પરંતુ યુનિ.દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સાથે યુનિ.કેમ્પસમાં સુવ્યવસ્થિત પરીક્ષા બેઠક વ્યવસ્થા ગોઠવી હતી અને એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી. મહત્વનું છે કે આ વર્ષે પણ પરીક્ષા પૂર્ણ થયે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘરે લઈ જવા અપાયુ નથી. યુનિ.પાસે આટલા વર્ષે પણ હજુ એમસીક્યુ બેંક જ નથી.

  જેથી બીજા વર્ષે થોડા ઘણા એક સરખા પ્રશ્નો સાથે પેપર અપાય અને બેઠા પેપરની ફરિયાદો ઉઠે તેના બીકથી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અપાતુ નથી.ઉપરાંત વેબસાઈટ પર પણ મુકવામા આવતુ નથી.જેથી ઓનલાઈન મુકાતી ઓએમઆર શીટમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો સાથે  આપેલ જવાબ મેચ કરવા હોય તો મુશ્કેલી પડે છે.કારણકે 100 પ્રશ્નો યાદ રાખવા પણ અઘરા હોય છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here