તાજેતરમાં જ ચીની કંપની Tencentએ ભારતમાં પોતાના તમામ PUBG Mobile સર્વરને શટડાઉન કર્યા છે. પબજી મોબાઇલ પ્રતિબંધ તો ભારતમાં પહેલાથી જ થઈ ચુક્યો છે, પરંતુ સર્વર (Server)ચાલી રહ્યા હતા. હવે આ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી ચુક્યું છે. રિપોર્ટ પ્રમાણે PUBG Mobile ફરીથી ભારતમાં પુનરાગમન કરી શકે છે. ટેક ક્રંચ પ્રમાણે 2 સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે PUBG Mobile એકવાર ફરીથી ભારતમાં પુનરાગમન કરવા તૈયાર છે.
હાઈ પ્રોફાઇલ સ્ટ્રીમર્સને તૈયાર રહેવા માટે કહ્યું
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે PUBG Mobileની પેરેન્ટ સાઉથ કોરિયન કંપની છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે વાતચીત કરી રહી છે. ભારતમાં યૂઝર્સ ડેટા લોકલી સ્ટોર કરવાને લઇને સાઉથ કોરિયન કંપની ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે વાતચીત થઈ રહી છે. અત્યારે એ નથી જણાવવામાં આવ્યું કે, આ માટે કઈ કંપની સાથે કરાર કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ ગેમિંગ કંપનીએ ભારતના હાઈ પ્રોફાઇલ સ્ટ્રીમર્સને તૈયાર રહેવા માટે કહ્યું છે.
વર્ષના અંત સુધી PUBG Mobileના પાછા આવવાની આશા
તેમને જણાવવામાં આવ્યું છે કે તે આ વર્ષના અંત સુધી PUBG Mobileના પાછા આવવાની આશા કરી શકે છે. PUBG કૉર્પોરેશને અત્યાર સુધી આ મામલે કોઈ ઑફિશિયલી સ્ટેટમેન્ટ જાહેર નથી કર્યું, પરંતુ આશા કરવામાં આવી રહી છે કે આ મહિનાના અંતમાં આ બીજા અઠવાડિયામાં દિવાળી દરમિયાન ભારતમાં પોતાના ફ્યૂચર પ્લાનને લઇને જાહેરાત કરી શકે છે.