RAW દ્વારા પાકિસ્તાનમાં દરેક આત્મઘાતી હુમલા માટે એક કરોડ અપાય છે, રઘવાયેલી પાક સેનાના આક્ષેપ

0
80

પાકિસ્તાન દ્વારા સરહદ પર કરાયેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકારની બોખલાહટ વધી ગઈ છે.

હવે પાકિસ્તાન ભારત પર મનઘડંત આક્ષેપો કરવા માંડ્યુ છે અને ઉલટાનુ ભારત પર જ પાકિસ્તાનમાં આતંક ફેલાવવાના હાસ્યાસ્પદ આક્ષેપ કરવા માંડયુ છે.આતંકીઓને ઉછેરનાર પાક સેનાએ આરોપ લગાવ્યો છે કે, ભારતની જાસૂસી સંસ્થા RAW દ્વારા પાકિસ્તાનમાં દરેક આત્મઘાતી હુમલા બદલ એક કરોડ રુપિયા ચુકવવામાં આવી  રહ્યા છે.તાજેતરમાં જ ભારત દ્વારા 20 આતંકીઓને પાકિસ્તાન અફઘાનિસ્તાન સીમા પર લાવવામાં આવ્યા છે.ભારત દ્વારા દાયશ એ પાકિસ્તાન નામનુ સંગઠન બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાની સેનાએ વધુમાં લવારો કરતા કહ્યુ હતુ કે, ભારત દ્વારા 87 આતંકવાદી કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે.આ પૈકીના 66 કેમ્પ અફઘાનિસ્તાનમાં ચાલી રહ્યા છે.રો દ્વારા મહત્વપૂર્ણ વ્યક્તિઓની હત્યા માટે માથા દીઠ પાંચ કરોડથી આઠ કરોડ રુપિયા ઈનામ આપવામાં આવી રહ્યુ છે.ભારતે બલૂચિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે એક સંગઠન બનાવ્યુ છે.

ગઈકાલે પણ પાકિસ્તાને કહ્યુ હતુ કે, પાકિસ્તાન અને ચાઈનાના ઈકોનોમિક કોરિડોરને બરબાદ કરવા માટે ભારતે 80 અબજ રુપિયા ફાળવ્યા છે અને 700 આતંકવાદીઓની એક ટુકડી બનાવી છે.જે બલુચિસ્તાનમાં કોરિડોરને નિશાન બનાવતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here