SCOમાં કશ્મીર જેવા દ્વિપક્ષી મુદ્દા ન ચર્ચાવા જોઇએ, ભારતને રશિયાએ પાકિસ્તાન વિરુદ્ધ ટેકો આપ્યો

0
30

રશિયાએ ફરી એકવાર ભારત સાથેની દોસ્તીનો પુરાવો આપ્યો હતો. શાંઘાઇ કો-ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન (SCO)માં કશ્મીર જેવા દ્વિપક્ષી મુદ્દા રજૂ ન થવા જોઇએ એવા ભારતના વલણને રશિયાએ ટેકો આપ્યો હતો.

ભારત સરકારે ગયા વર્ષના ઑગષ્ટમાં જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરી ત્યારથી પાકિસ્તાન જ્યાં ત્યાં કશ્મીર કશ્મીરનો આલાપ છેડ્યા કરતું રહ્યું હતું. SCOમાં આવા દ્વિપક્ષી મુદ્દાને વચ્ચે લાવવો નહીં જોઇએ એવું વલણ ભારતે રાખ્યું હતું. આ વિડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાન તરફથી ખુદ વડા પ્રધાન ઇમરાન ખાને હાજરી આપી હતી અને કશ્મીરનો સૂર છેડ્યો હતો.

રશિયાએ ભારતના વલણને સાફ શબ્દોમાં ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે SCO આંતરરાષ્ટ્રીય ફોરમ છે. એની પરિષદમાં દ્વિપક્ષી મુદ્દા વચ્ચે આવવા ન જોઇએ. મંગળવારે 10મી નવેંબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે SCOની બેઠકમાં બિનજરૂરી રીતે દ્વિપક્ષી મુદ્દા ઊઠાવવા નહીં જોઇએ. દેખીતી રીતેજ આ ઉલ્લેખ પાકિસ્તાનના વલણ અંગે હતો. પાકિસ્તાને SCOની બેઠકમાં કશ્મીરના મુદ્દાને વચ્ચે લાવવાના નાપાક પ્રયાસો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here