ટેલિવૂડ / તારક મહેતા શોમાં અબ્દુલને કોરોના થતાં જ ગોકુલધામ સોસાયટીમાં જુઓ કેવો માહોલ સર્જાયો

0
222

હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટ્વિસ્ટ જોવા મળવાનો છે. આ શોમાં અબ્દુલને કોરોના થઈ જશે અને ત્યારબાદ ગોકુલધામ સોસાયટીને સીલ કરી દેવામાં આવશે. અબ્દુલને પુષ્કળ ખાંસી થઈ જાય છે જેના કારણે તેની હાલત ખરાબ થઈ જાય છે અને કોરોનાને કારણે આખી સોસાયટીમાં હડકંપ મચી જાય છે.

  • તારક મહેતા શોએ હાલમાં જ 3000 એપિસોડ્સ પૂરા કર્યા
  • 12 વર્ષથી સતત દર્શકોના દિલ પર રાજ કરે છે આ શો
  • નવા એપિસોડમાં અબ્દુલને થયો કોરોના, સોસાયટી સીલ કરાઈ

તારક મહેતામાં અબ્દુલ એક દુકાનદારનો રોલ નિભાવે છે અને તે સોસાયટીના દરેક સભ્યોના ઘરે કોઈને કોઈ સામાન પહોંચાડે છે. તે બીમાર હોય છે અને આ દરમિયાન તે ઘણાં લોકોના સંપર્કમાં પણ આવે છે. તેની તબિયત અચાનક બગડી જાય છે અને ડોક્ટર હાથી તેની તપાસ કરે છે. તેને તેજ તાવ હોય છે અને ઓક્સીજન લેવલ પણ ઓછું હોય છે. બસ પછી સોસાયટીવાળા બીએમસીને આ વાતની જાણકારી આપે છે. 

ગોકુલધામ સોસાયટીમાં કોરોના પ્રવેશ કરવાથી બધાં ડરી જાય છે. જેઠાલાલ, ભિડે માસ્ટર બધાં પરેશાન થઈ જાય છે. ભિડે સોસાયટીના ગેટને બંધ કરી દે છે જેથી કોઈપણ સોસાયટીમાં આવી ન શકે અથવા તો સોસાયટીમાંથી બહાર ન જઈ શકે. આ સાથે જ બીએમસીની આખી ટીમ પીપીઈ કિટ પહેરીને સોસાયટી પહોંચી જાય છે. હવે આગામી એપિસોડ્સમાં ગોકુલધામ સોસાયટીના બધાં સભ્યોનું તાપમાન અને પલ્સ ચેક કરવામાં આવશે. 

હાલમાં જ પૂરા થયા 3000 એપિસોડ

તારક મહેતા શોએ હાલમાં જ 3000 એપિસોડ પૂરા કર્યા હતા અને સેલિબ્રેટ કર્યું હતું. આ અવસર પર જેઠાલાલનો રોલ પ્લે કરનાર દિલીપ જોષી ઈમોશનલ થઈ ગયો હતો. આ શો શરૂ થયાને 12 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે અને હજી પણ આ શો દર્શકોના ખૂબ જ લોકપ્રિય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here