US રાષ્ટ્રપતિ ચૂંટણીનો પરાજય ભૂલી નથી શકતા ટ્રમ્પ, હાર સ્વીકાર્યા બાદ હવે મારી પલટી

0
87

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 (US Presidential Election 2020)માં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ની જીત બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એક ટ્વીટમાં બબાલ શરૂ કરી છે. રવિવારે ટ્રમ્પે મને-કમને પોતાની હાર સ્વીકારી હતી. હવે તેમણે એક નવી ટ્વીટમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું- ‘I WON The Election.’ આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની હાર સ્વીકારતા પહેલા ઇલેક્શન સીસ્ટમ (Election System) પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે બાયડેનની જીત તો સ્વીકારી, પરંતુ તેમણે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાની વાતથી પાછીપાની કરી નહીં.x

ટ્રમ્પે કહ્યું – દુનિયા જોઈ રહી છે

ટ્રમ્પે કહ્યું કે માત્ર તેમણે જ નહીં, પરંતુ ઘણી મોટી કંપનીઓએ ડોમિનિયન વોટિંગ સિસ્ટમના પરિણામોને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, જે લોકો આપણા બંધારણની રક્ષા માટે છે તેમની સાથે કોઈને રમત રમવાની મંજૂરી આપી શકાય નહીં. ટ્રમ્પે કહ્યું કે દુનિયા જોઈ રહી છે. આ અગાઉ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘હા, બાયડેન ચૂંટણી જીતી ગયા છે, પરંતુ ચૂંટણીમાં ગોટાળા થયા છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ કાર્યકર કે કોઈને ત્યાં મોનિટરિંગ માટે રહેવાની મંજૂરી નહોતી આપવામાં આવી.’

બનાવટી મીડિયાની નજરમાં ચૂંટણી જીત્યા બાઇડેન!

તેઓએ ડોમિનિયમ નામની કંપની પર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘બાઇડેન ચૂંટણી જીત્યા તો જરૂર છે, પરંતુ બનાવટી મીડિયાની નજરમાં.’ ઉલ્લેખનીય છે કે યુ.એસ.ની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેને વિજય મેળવ્યો છે. તેમણે સખ્ત લડત આપીને ટ્રમ્પને હરાવ્યા. ત્યારબાદ હવે તેઓ 46માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં વર્ષ 1900 પછી સૌથી વધુ મત પડ્યા હતા. બાઇડેનને 7 કરોડથી વધારે મતોથી જીત મળી છે. કોઇ પણ રાષ્ટ્રપતિને આ પહેલા આટલા વોટ નથી મળ્યા.

ટ્રમ્પના આક્ષેપો પર ચૂંટણી અધિકારીઓનો જવાબ

ચૂંટણીના પરિણામો પછી, ટ્રમ્પ તરફથી સતત પ્રતિક્રિયા આવી રહી હતી કે તેઓ આ પરિણામો સામે લાંબી લડત લડશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ચૂંટણીના પરિણામોને લઇને સુપ્રીમ કોર્ટમાં જશે. તો ચૂંટણી અધિકારીઓએ ટ્રમ્પના ચૂંટણીમાં ગોટાળા થયા હોવાના આક્ષેપો વિશે વાત કરતા કહ્યું હતું કે પરિણામોમાં કોઈ હેરાફેરી થઈ નથી. આ કેસમાં ટ્રમ્પ પાસે કોઈ પુરાવા ન હોવાને કારણે ટ્રમ્પે હવે તેમની હાર સ્વીકારી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here