US Election 2020: ચૂંટણી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું એવું ટ્વીટ કે ટ્વિટરે કરવું પડ્યું બ્લોક

0
99

અમેરિકામાં(America) હાલ રાષ્ટ્રપતિની ચૂંટણી(President Election 2020) પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આખા વિશ્વની નજર આ ચૂંટણી પર છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે કોણ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. કોરોના સંકટ વચ્ચે આજે દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકામાં મતદાન થયા. આ ચૂંટણી જંગ રિપબ્લિકન પાર્ટીના(Republican Party) ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) વચ્ચે થઈ રહી છે.

પરંતુ આ વચ્ચે ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના(Donald Trump) એક ટ્વીટને બ્લોક કરી દીધું છે. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર વોટની ચોરી કરવાનો આરોપ લગાવતા એક ટ્વીટ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું હતું કે,‘આપણે ઘણા આગળ આવી ગયા છીએ પરંતુ એ લોકો વોટ ચોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આપણે વિરોધીઓને આવું કરવા નહીં દઈએ. પોલિંગ(Polling) બંધ થયા બાદ વોટ કરવા યોગ્ય નથી.’ આપને જણાવી દઈએ કે ટ્રમ્પના આ ટ્વીટને ભ્રામક અને ખોટું બતાવીને બ્લોક કરવામાં આવ્યું છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પના કોઈ ટ્વીટને(Tweet) ખોટું બતાવીને બ્લોક કરવામાં આવ્યું છે. આ પહેલા પણ કેટલીક વખત ટ્રમ્પના ટ્વીટ્સને ટ્વિટર દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે. આ લખાય ત્યાં સુધી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન 225 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટોરલ વોટ્સ(Electoral Votes) મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here