VIDEO / રામવિલાસને પાસવાનને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, ધ્રૂસકે ધ્રૂસકે રડતા ચિરાગને આપી સાંત્વના, જુઓ VIDEO

0
143

કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના સંસ્થાપક બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ ભારતની રાજનીતિમાં એક શોકની લહેર છે. તેમના નિધન બાદ ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આજે દિલ્હીમાં તેમના પાર્થિવ શરીરને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ મોદી, રાહુલ ગાંધી સહીતના નેતાઓ પહોંચ્યા હતા.

  • બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનનું નિધન 
  • દિલ્હીમાં પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા દેશના મોટા નેતાઓ 
  • પીએમ મોદીની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન 

74 વર્ષના દિગ્ગજ નેતાના નિધનથી દિલ્હીથી લઈને બિહાર સુધી એક શોકની લહેર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસ સ્થાન પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને દુઃખી પરિવારને સાંત્વના આપી. આ દરમિયાન પીએમ મોદીએ જેવો ચિરાગ પાસવાનના ખભા પર હાથ મૂક્યો, ચિરાગ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. 

પીએમ મોદીએ આ દુઃખના સમયમાં પરિવાર અને ચિરાગને સાંત્વના આપી, આ દરમિયાન રામવિલાસ પાસવાનના પત્ની પણ ત્યાં જ ઉપસ્થિત હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રામવિલાસ પાસવાનને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. 

નોંધનીય છે કે રામવિલાસ પાસવાન દેશના સૌથી ટોચના દલિત નેતાઓમાંથી એક હતા અને તેઓ 8 વખત લોકસભાના MP રહી ચુક્યા હતા. તેમનું લાંબી માંદગી 74 વર્ષની વયે ગુરુવારે નુકશાન થયું હતું. તેઓ ભાજપની NDA સરકાર અને કોંગ્રેસની UPA સરકાર બંનેના ભાગ રહી ચુક્યા છે. યુનિયન કેબિનેટે મળીને પાસવાનના નિધન ઉપર શોક જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે એક સમર્થ નેતા અને એક સફળ સંચાલનકર્તા ગુમાવ્યો છે.

યુનિયન રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલને કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીનો એડિશનલ ચાર્જ સંભાળવા માટે આપ્યો છે. આ હોદ્દો સ્વર્ગસ્થ મંત્રી રામવિલાસ પાસવાન સંભાળતા હતા. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે PM મોદીની સલાહથી રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદે ગોયલને તેમના રેલ્વે મંત્રાલય ઉપરાંત કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here