ફેસબુકની(Facebook) ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના(WhatsApp) ભારતમાં કરોડો યુઝર્સ છે. હાલના સમયમાં મોટાભાગે લોકો એક-બીજા સાથે જોડાવવા અને સંવાદ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ પર માત્ર ટેક્સ્ટ મેસેજ નહીં પરંતુ ઇમેજ, ઓડિયો ફાઇલ્સ અને વીડિયો વગેરેની સુવિધા પણ મળે છે. જેના કારણે સ્ટોરેજનો ખર્ચ થાય છે.
માહિતી મુજબ જો તમે વોટ્સએપ પર વધારે ગ્રુપ્સમાં(WhatsApp Groups) એડ છો તો તમારા ફોનનું સ્ટોરેજ જલદી ફૂલ થઈ શકે છે. આ સિવાય જો તમે વોટ્સએપમાં મીડિયા ઓટો-ડાઉનલોડ વિકલ્પને એનેબલ કર્યો છે તો પણ તમારા ફોનમાં સ્ટોરેજ(Phone Storage) ઝડપથી ફૂલ થઈ જશે. જોકે, વોટ્સએપ એવી સુવિધા પણ આપે છે જેનાથી તમને જાણ થઈ શકે છે કે કઈ ચેટથી ફોન મેમોરી ઝડપથી ફૂલ થઈ રહી છે. આ જાણવા માટે સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરી સાઇડમાં ત્રણ ડોટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ સેટિંગમાં(Setting) જઈ ડેટા એન્ડ સ્ટોરેજ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. જ્યાં તેમને દેખાશે કે કઇ ચેટના કારણે તમારા ફોનનું સ્ટોરેજ ઝડપથી ફૂલ થઈ રહ્યું છે. આ વિકલ્પ તમને સેટિંગ્સના સ્ટોરેજ યુઝ ઓપ્શનમાં પણ મળશે. જ્યાં ટેપ કરવા પર વોટ્સએપ(WhatsApp) ચેટ્સ અંગે માહિતી મળશે.