WhatsApp ખોલ્યા વગર જાણો કોણ-કોણ છે ઓનલાઇન? અજમાવો આ ટ્રિક

0
151

શું તમે મેસેજ કરતા પહેલા વોટ્સએપ પર કોઈ ઓનલાઇન આવે તેની રાહ જુઓ છો? જો તમારો જવાબ હા છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ રિપોર્ટમાં અમે તમને એક ટ્રિક જણાવીશું, જેથી તમે WhatsApp એપ્લિકેશન ખોલ્યા વિના WhatsApp પર કોણ ઓનલાઈન છે તે જાણી શકશો. ખાસ વાત એ છે કે બીજાને ઓનલાઇન સ્ટેટસ ચેક કરવા માટે તમારે ન માત્ર વોટ્સએપને ખોલવાનું છે અને ન પોતે ઓનલાઇન થવાનું છે.

આ એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરવી પડશે

ટ્રિક જણાવતા પહેલા, અમે તમને ચેતવણી આપીશું કે આ કામ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે અને તમે પણ જાણો છો કે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ ફોન માટે સુરક્ષિત નથી. હવે જો તમે જાતે ઓનલાઈન આવ્યા વિના કોણ ઓનલાઈન છે તે જાણવા માંગતા હો, તો તમારે ગૂગલ પર જઈને GBWhatsApp

સર્ચ કરવાની રહેશે અને ત્યારબાદ મળેલી લીંક પરથી એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી પડશે.

એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો

એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તેની Setting પર જાઓ
હવે main / chat screen વિકલ્પ પસંદ કરો
Contact Online Toast વિકલ્પ પસંદ કરો
હવે Show Contact online toast પસંદ કરો.
આ પછી, જ્યારે પણ તમારા દ્વારા પસંદ કરેલો કોન્ટેક્ટ ઓનલાઇન આવે છે, ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here